અમરેલી, તા.૨૪
અમરેલીમાં આવેલા સારહી તપોવન આશ્રમમાં તા. ૨૦-૧૧-૨૦૨૪ના રોજ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના અધિકારી વિજયભાઈ ગોસાઈ સહ પરિવાર અને સારહી પરિવારના સભ્ય ભાવેશભાઈ વાળોદરા સહ પરિવાર આશ્રમમાં રહેતા તપસ્વીઓ સાથે જોડાયા હતા.
આ કાર્યક્રમમાં સારહી યુથ કલબ ઓફ અમરેલીના ટ્રસ્ટી સુરેશભાઈ શેખવા પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોએ તપસ્વીઓ સાથે સમય વિતાવ્યો અને ભોજનનો આનંદ માણ્યો હતો. સારહી યુથ કલબના પ્રમુખ મુકેશભાઇ સંઘાણી અને સમગ્ર સારહી પરિવારે આ કાર્યક્રમમાં આવેલા તમામ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.