ભારત સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ તબીબી સહિતની આવશ્યક સરકારી યોજનાઓની સરળ ઉપલબ્ધતા માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ અને રેશનકાર્ડ ઈ-કેવાયસી પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ પ્રક્રિયામાં
વયોવૃધ્ધજનો કે જે ૭૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા હોય તેઓને નજીક સુવિધા પુરી પાડવા સારહી યુથ કલબ ઓફ અમરેલી અને તાલુકા હેલ્થ કચેરી-અમરેલી તરફથી શહેરમાં ઓમનગર કોમ્યુનિટી હોલ અને ગાયત્રી મંદિર પરિસર ખાતે કેમ્પ યોજાયો હતો, જેમાં ૩૫૦ વધુ લાભાર્થી આવ્યા હતા. ૧૨૬ લાભાર્થીઓને ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના હસ્તે કાર્ડ વિતરણ કરવામાં આવેલ. આ તકે અશ્વિનભાઈ સાવલીયા, સારહી યુથ કલબના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા સુરેશભાઈ શેખવા અને રવિરાજભાઈ શેખવાએ જહેમત ઉઠાવી હતી.