દુઃખ હરતા મંગલકર્તા ભગવાન ગણેશજીની ભકિત અને ઉપાસનાનો પર્વ ગણેશ મહોત્સવ અમરેલી શહેરમાં ધામધૂમથી ઉજવણી થઇ રહેલ છે. સારહી યુથ કલબ ઓફ અમરેલી દ્વારા શહેરના સિનિયર સિટીઝન પાર્ક ખાતે ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેના પ્રથમ દિવસે રાષ્ટ્રીય સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી સહિતના આગેવાનોએ દુંદાળા દેવની આરતી–દર્શન લાભ સાથે સર્વે સમાજ માટે સુખાકારીની કામના કરી હતી. આ તકે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, ચંદુભાઈ (સંજય) રામાણી, હિરભાઈ કાબરીયા, રવિન્દ્ર ચોડવડીયા સહિત વિશાળ સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.