સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે ધારાસભ્ય મહેશ કસવાલાએ રૂ. ૧.૩૭ કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન કર્યું હતું. આ વિકાસકાર્યોમાં ગાધકડાથી કલ્યાણપર સુધી રૂ. ૬૭ લાખના ખર્ચે તૈયાર થનાર માઈનોર બ્રિજ અને પ્રોટેક્શન વોલ તેમજ પીઠવડીથી ગણેશગઢ ગામ વચ્ચે રૂ. ૭૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર માઈનોર બ્રિજનો સમાવેશ થાય છે. આ નવી સુવિધાઓથી ગામના લોકોની અવરજવરમાં મોટી રાહત થશે . આ પ્રસંગે ધારાસભ્ય કસવાલાએ જણાવ્યું હતું કે, આ વેન્ટિલેટેડ કોઝ-વેનું નિર્માણ અને પ્રોટેક્શન વોલ એ ગામના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. ભૂમિપૂજન સમારોહમાં જીતુભાઈ કાછડિયા, હિતેશભાઈ ખાત્રાણી, દીપકભાઈ માલાણી, લાલભાઈ મોર સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.