અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં અશ્વપ્રેમી ભાઈઓ દ્વારા ભવ્ય અશ્વયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા, નેસડી અને કરજાળાના અશ્વપાલકોએ આ યાત્રામાં ભાગ લીધો હતો. પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ સામે અશ્વ સાથે યાત્રા કરવી સારી, આ હેતુ સાથે આ ભવ્ય અશ્વયાત્રા યોજાઈ હતી. આ યાત્રાના આયોજકોમાં અશરફભાઈ (સપાથલવાળા), આશિષભાઈ જોશી, શાબાઝખાન પઠાણ, સતિયામ રબારી, લાલભાઈ રબારી, સાયું મીર અને સોહિલભાઈ સપાથલનો સમાવેશ થાય છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં અશ્વપ્રેમીઓ જોડાયા હતા અને અશ્વ સાથે યાત્રાનો આનંદ માણ્યો હતો.