સાવરકુંડલા તાલુકાના ઓળીયા અને ચરખડીયા ગામના લોકોએ સૂત્રોચ્ચાર અને બેનરો સાથે અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો. આવેદનપત્રમાં જણાવાયુ હતું કે, જો આ મૂળ રોડમાં ફેરફાર કરીને બંને ગામમાં બાયપાસ કાઢવામાં આવે તો જમીનના ટુકડાઓ અને ભાગલા પડતા હોય જેને લઇને ગામ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. મહુવા જેતપુર નેશનલ હાઇવે રોડ નંબર ૩૫૧ પર આવતા સાવરકુંડલા તાલુકાના ઓળીયા અને ચરખડીયા ગામે રોડ મૂળ જે તે સ્થિતિએ રાખવાં બાબતે અમરેલી જિલ્લા અધિક કલેકટરને આવેદન આપવા આવ્યું હતું.