સાવરકુંડલા તાલુકાના વીજપડીમાં જુદા જુદા સ્થળે થયેલા દબાણ તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા. પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ બજારમાં અનેક સ્થળેથી દબાણ હટાવ્યા હતા. સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. વીજપડી બસ સ્ટેન્ડ વિસ્તારમાં જુની મેડી તેમજ ડેલીખાનું મેડીની સામેની દુકાનો ઉપર તેમજ રાજુલા રોડ તરફની દુકાનોના ઓટલાનું દબાણ હટાવવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત, મામલતદાર અને ગ્રામ પંચાયતનો સ્ટાફ દબાણ હટાવવાની આ પ્રક્રિયામાં જોડાયો હતો. પોલીસ બંદોબસ્ત સાથે વીજપડીમાં ડિમોલશન કરવામાં આવ્યું હતું. તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓ, મામલતદાર કચેરીના અધિકારીઓ અહીં હાજર રહ્યા હતા. વીજપડી ગામના ગ્રામજનો દ્વારા ડિમોલેશનમાં સહકાર આપવામાં આવ્યો હતો.