અમરેલી જિલ્લામાં અપમૃત્યુના ત્રણ વિવિધ બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. સાવરકુંડલાના આંબરડી ગામે વાડીએ બેલુ છાતી પર પડતાં યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે અમિતચંદ છગન ભાભર (ઉ.વ.૪૫) એ જાહેર કર્યા મુજબ, આંબરડી ગામે વાડીએ ગંગારામ પુનીયા ભાભર (ઉ.વ.૨૬)ના હાથમાંથી બેલુ સરી જતા તેમની છાતી ઉપર પડ્યું હતું. જેમાં ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેનું
મૃત્યુ થયું હતું. બાબરાની વેલનાથ સોસાયટીમાં રહેતા હરેશભાઈ જીણાભાઈ મકવાણા (ઉ.વ.૩૫)એ જાહેર કર્યા મુજબ, તાઇવદર પાટીયા પાસે તેમના પિતા જીણાભાઈ મોહનભાઈ મકવાણા (ઉ.વ.૬૦) શરીરનું સંતુલન ગુમાવતાં પાણીના ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.કે. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે. મોટા બારમણ ગામે રહેતી એક સગીરાએ અગમ્ય કારણોસર એસિડ પી લેતાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.