સાવરકુંડલાના આદસંગ ગામે રહેતા વેપારીનો ફોન જાબાળ ગામ પાસે પુલ નજીક પડી ગયો હતો.
જેની અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે અનિરુદ્ધભાઈ બાબુબાઈ મહેતા (ઉ.વ.૩૬)એ જાહેર કર્યા મુજબ, તેઓ આદસંગ ગામેથી તેની દિકરી બીમાર હોવાથી પત્નીને સાથે લઇ સાવરકુંડલા દવાખાને જવા નીકળ્યા હતા. જાબાળ ગામ પાસે પહોંચતાં તેમને મધમાખી કરડતાં પુલ પાસે ચક્કર આવવાં લાગતાં મોટર સાયકલ ઉભું રાખી દીધું હતું અને થોડીવાર બેસી ગયા હતા. આ સમયે તેમના ખિસ્સામાંથી ફોન પડી ગયો હતો. ૧૫,૪૯૯ રૂપિયાની કિંમતના ફોનની અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોબેશનરી એએસઆઆઈ બી વાય હબસી વધુ તપાસ કરી રહ્યા છે.