સાવરકુંડલાના કરજાળા ગામે ઠાકર પરિવાર દ્વારા ચૈત્ર નવરાત્રીમાં હરસિદ્ધિ માતાજી અને સુરાપુરાના આંગણે પવિત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, આમ તો ચૈત્રી અષ્ટમીને હવનાષ્ટમી પણ કહેવામાં આવે છે અને આ દિવસે સૌ કોઈ પોત પોતાના કુળદેવીના આશીર્વાદ મેળવવા માટે શ્રદ્ધાપૂર્વક હવન કરે છે. ઠાકર પરિવાર દ્વારા કરજાળા ગામે સુરાપુરા દાદાના સાનિધ્યમાં ભવ્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો સાથે સાથે શેલ કાંઠા હનુમાન મંદિરે થાળ પણ ધરાયો હતો. આ આયોજનમાં બાઢડા નિવાસી ઠાકર પરિવાર દ્વારા તમામ ખર્ચો આપવામાં આવ્યો હતો.