સાવરકુંડલાના ખડકાળા ગામે બે બહેનો વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ એક બહેનને લાગી આવતાં ગળાફાંસો ખાધો હતો. ભરતભાઈ અંજુભાઈ ચુડાસમા (ઉ.વ.૪૦)ની પુત્રી આશાને તેની બહેન સાથે બોલાચાલી થઈ હતી. જેથી લાગી આવતાં બાથરૂમમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લેતા મરણ પામી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એચ.પી. વેગડા વધુ તપાસ કરી રહ્યા છે.