સાવરકુંડલા, તા.૨૪સાવરકુંડલાના ગોરડકા ગામે એક ખેડૂતને ડુંગળીનું નકલી બિયારણ પધરાવી દેવામાં આવ્યું હતું જેથી ખેડૂતે વેપારી સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે મનુભાઈ દેવાયતભાઈ ચાંદુ (ઉ.વ.૬૩)એ જાહેર કર્યા મુજબ, તેમણે ૫૦ વીઘા જમીનમાં રઘુભાઈ સોહલા (રહે. ઘોઘા મેડી, તા. ગઢડા, જી. બોટાદ) પાસેથી ૪ મણ સફેદ ડુંગળીનું બિયારણ તથા ૧ મણ લાલ ડુંગળીનું બિયારણ ખરીદ્યું હતું. આ બિયારણ નહીં ઉગતાં ખેડૂતે વેપારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ બી. એસ. સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.