સાવરકુંડલા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા કે.પી. પરમારની તાજેતરમાં રાજકીય કિન્નાખોરી રાખી બદલી થતાં એક જાગૃત નાગરિક દ્વારા તેમને ફરીથી એ જ સ્થાને નિમણૂક આપવા માગણી કરી છે. આ જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ, ગ્રામ્ય વિસ્તારના સાચા અને સારા કાર્યકરો કે.પી. પરમારની સેવાને યાદ કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે ટીડીઓ પરમાર નોન કરપ્ટેડ હતા. તેઓ ગામડાઓમાં સતત અચાનક ચેકિંગ કરતા હોવાથી મંત્રીઓમાં ફફડાટ ફેલાયો હતો. તેમણે મંત્રીઓની ફરજમાં બેદરકારીને ધ્યાનમાં રાખીને તેમની સામે કડક પગલાં લીધા હોવાથી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો. આથી કેટલાક કર્મચારીઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓને ટીડીઓ પરમાર ખટકતા હતા. આથી તેમની બદલી કરાવીને સાવરકુંડલાની જનતાને મોટું નુકસાન કરેલ છે.