હાલ ચોમાસાની ઋતુના કારણે ચોતરફ કાદવ કિચડનું સામ્રાજય ફેલાયુ છે ત્યારે સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે પણ વરસાદ બાદ ગંદકીના ગંજ ખડકાયા હતા જેથી ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં હતા. વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા ગ્રામજનો છેલ્લાં ત્રણ વર્ષથી ભોગવી રહ્યાં હતા. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે રસ્તાઓ બંધ હતા. લોકોની સમસ્યા દૂર થાય તે માટે ગામના સરપંચ કરસનભાઈ પટેલને પણ આ બાબતે ગામલોકોએ વારંવાર જાણ કરી હતી. જેના કારણે ગ્રામ પંચાયત દ્વારા કામગીરી કરી અને ગંદકીનો નિકાલ કરવામાં આવતા ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.