અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યાઓ વધી રહી છે, સાથે મોતની ઘટનાઓ પણ વધી રહી છે. જેના કારણે સિંહપ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતાવ્યાપી છે. સાવરકુંડલા તાલુકામાં આવેલ ફિફાદ ગામની સીમ વિસ્તારમાં આવેલ હુસેનભાઈ બુખારીની વાડી વિસ્તારમાં ૩થી૪ માસના સિંહબાળ આકસ્મિત કૂવામાં ખાબકતા સ્થાનિક લોકોએ વનવિભાગને જાણ કરતા ડીસીએફ રાજદીપ સિંહ ઝાલાની સૂચના હેઠળ સાવરકુંડલા રેન્જ RFO પ્રતાપ ચાંદુ સહીત વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી કુવા માંથી સિંહબાળનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. અને મૃતદેહને પીએમ માટે એનિમલકેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે, આ ઘટનાને લઈ વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરી છે.