સાવરકુંડલા ખાતે હાથસણી રોડ પર આવેલ મનોરોગી આશ્રમ માનવમંદિરની ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના કાકા દ્વારકાદાસભાઈ કસવાલાએ મુલાકાત લીધી હતી અને સંસ્થાની પ્રવૃત્તિઓ જોઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ માનવમંદિરમાં પૂ. ભક્તિરામબાપુ તમામ મનોરોગી બહેનોની સારસંભાળ ખૂબ જ જતનપૂર્વક રાખે છે. અહીં નિવાસ કરતી તમામ મનોરોગી બહેનોનું સમયાંતરે મેડિકલ ચેકઅપ થાય છે અને તમામને તબીબની સલાહ મુજબ દવા પણ નિઃશુલ્ક ધોરણે આપવામાં આવે છે.