સાવરકુંડલા તાલુકાના મેંકડા ગામે ગામ સમસ્ત દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ લાલજી મંદિરે આયુષ આરોગ્ય મંદિર મેંકડાના સહયોગથી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બ્રાંચ દ્વારા યોજવામાં આવ્યો હતો.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલાના મેહુલભાઈ વ્યાસે જણાવ્યું હતું કે આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રક્તદાન કર્યું હતું. આ કેમ્પને સ્થાનિક લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.