સાવરકુંડલામાં રહેતા એક વેપારીને શેરબજારમાં રોકાણ કરવાના બહાને અમદાવાદ અને પાલનપુરના બે ઇસમોએ રૂપિયા ૪,૪૮,૮૭૦ રૂપિયાનો ચુનો લગાવ્યો હતો. બનાવ અંગે મનિષભાઈ રમેશભાઈ ભટ્ટ (ઉ.વ.૪૩)એ અમદાવાદના નાના ચીલોડામાં રહેતા કેવીનભાઈ પ્રવિણભાઈ ભટ્ટ ઉર્ફે જયેશ વિનોદભાઈ વાઢેર તથા પાલનપુરના જીતુમીયા અહેમદખાન ઘાસુરા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમને શેરબજારમાં આઈપીઓમાં રોકાણ કરવા અને નફો આપવાની લાલચ આપી કુલ ૪,૮૦,૭૦૦ રૂપિયા પડાવી લીધા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. સી.એસ.કુગસિયા વધુ તપાસ કરી રહ્યા છે.