એસ.વી.દોશી ગર્લ્સ હાઈસ્કૂલ સાવરકુંડલામાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાર્થના કર્યા બાદ દીપ પ્રાગટયમાં સરસ્વતી પૂજન શાળાના ભૂતપૂર્વ શિક્ષક મહેશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થિની બહેનો દ્વારા ગુરુવંદનાને અનુરૂપ ભજન, ગીત વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ધોરણ ૧૨ની વિદ્યાર્થિની બહેનો ગઢીયા ક્રિશા અને મહેતા મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાની તમામ બહેનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.