સાવરકુંડલાની શાળા નંબર બે કન્યાશાળામાં વાર્ષિક ઉત્સવ અને ધોરણ ૮ની બાળાઓનો વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને પોતાની શાળાના સ્મરણો વાગોળ્યા હતા. ધોરણ ૮ની બાળાઓને સ્થળાંતર પ્રમાણપત્ર, કરાટે પ્રમાણપત્ર અને સ્ટીલની ડીશ ભેટ આપવામાં આવી હતી. જેમણે ધોરણ ૧થી ૮ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો તેમને શાળાંત પ્રમાણપત્ર સાથે સ્ટીલની મોટી થાળી અર્પણ કરવામાં આવી હતી. આ ભેટ શાળાના આચાર્ય ભારતીબેન અને શાળા પરિવારે આપી હતી. વર્ગ શિક્ષક સંદીપભાઈ અને હર્ષાબેને વિદ્યાર્થિનીઓ માટે નાસ્તાનું આયોજન કર્યું હતું.