સાવરકુંડલાની કે.કે. હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન નિમિત્તે ‘ગ્રાહક
જાગૃતિ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગ્રાહક સુરક્ષા મંડળ – સાવરકુંડલાના પ્રમુખ રમેશભાઈ હિરાણી, હર્ષદભાઈ જોષી અને શ્રદ્ધાબેન જોષી ઉપસ્થિત રહ્યા હતા. ધો. ૧૧ માં અભ્યાસ કરતા ઝાંખરા મહંમદસાફીન તેમજ જાદવ રાજવી આ બંને વિદ્યાર્થી ભાઈ/બહેનોએ વિષયને અનુરૂપ સુંદર વક્તવ્ય આપ્યું હતું. ગ્રાહક સુરક્ષા મંડળ – સાવરકુંડલાના પ્રમુખ રમેશભાઈ હિરાણીએ ગ્રાહક સાથે થતા ઓનલાઇન અને ઓફલાઈન ફ્રોડ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક અને ગ્રાહક સુરક્ષા મંડળ – સાવરકુંડલાના કોઓર્ડીનેટર રફિકભાઈ ભોરણીયા દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ચેતનભાઇ ગુજરીયાના માર્ગદર્શન હેઠળ અને સમગ્ર શાળાના સ્ટાફ પરિવારના સહકારથી કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિ થઈ હતી.