પોષણ ઉત્સવ અંતર્ગત સાવરકુંડલા ઘટક -૨ સેજો. વિજપડી-૨ સ્થળ. પ્રાથમિક શાળા ખડસલી મુકામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજીત ૨૬૭ થી વધુ લાભાર્થીઓ અને વાલીઓની હાજરી લાભાર્થી બહેનો દ્વારા બાલશક્તિ, માતૃશક્તિ,પુર્ણાશક્તિ તથા મીલેટસ અને સરગવામાંથી અલગ અલગ પ્રકારની ૬૨ જેટલી પૌષ્ટિક વાનગીઓ રજુ કરવામાં આવી હતી. ૩થી૬ વર્ષના બાળકો દ્વારા બાળગીત અને કિશોરી દ્વારા પોષણ રંગોળી આયોજનનું મુખ્ય આકર્ષણ હતું. પોષણ ઉડાન અંતર્ગત પોષણ પતંગ સુત્રો બનાવામાં આવ્યા હતા.
શિયાળામા ઉપયોગમા લેવાતી પૌષ્ટિક વાનગીઓનો સ્ટોલ, વિટામિન સી થી ભરપુર ફળોનો સ્ટોલ, વિવિધસભર સલાડ, તથા કિશોરીને લીંબુ ચમચી રમત રમાડવામા આવી,સખી મંડળ દ્વારા પણ સ્ટોલ કરવામાં આવ્યા હતા.