વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત પન્ના નાયક ફ્રી પેડ પ્રોજેક્ટ અને નટવરભાઈ ગાંધીના સહયોગથી સાવરકુંડલા અને આસપાસના વિસ્તારની દીકરીઓના આરોગ્ય તેમજ સશક્તિકરણ માટે મહ¥વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ સાવરકુંડલા અને આજુબાજુની ૧૦ થી ૧૨ શાળાઓ તથા કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓને નિઃશુલ્ક પેડ વિતરણ કરવામાં આવે છે. જે અંતર્ગત ધજડી પ્રાથમિક શાળામાં માસિક સ્વચ્છતા
જાગૃતિ શિબિરમાં ૫૦ દીકરીઓએ ભાગ લીધો હતો. જે અન્વયે પેડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે શાળાના શિક્ષિકા ગુલાબેન કથીરિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.