સાવરકુંડલાની બ્રાન્ચ શાળા નં. ૪માં તા.૨-૩-૨૦૨૫ ના રોજ ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને શાળા વિકાસ બાબતે જીસ્ઝ્ર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જીસ્ઝ્ર અધ્યક્ષ હરેશભાઈ, શિક્ષણવિદ્ ઘનશ્યામભાઈ ત્રિવેદી, કરશનભાઈ આલ, લક્ષ્મીબેન તથા મ્ઇઁ અજયભાઈ મહેતા અને ભાવનાબેન ઉપસ્થિત રહ્યા હતા. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળામાં ચાલતા વ્યાવસાયિક શિક્ષણમાં વિદ્યાર્થીઓને અવનવી પ્રવૃત્તિ કરાવતા શિક્ષકો વર્ષાબેન અને શિલ્પાબેનનું સન્માન કરવામાં આવ્યું હતું. અક્ષર સુધારણા કાર્યક્રમ માટે પારૂલબેનનું પણ સન્માન કરાયું હતું. ઘનશ્યામભાઈએ શાળાની પૂર્વ અને હાલની સ્થિતિની માહિતી આપી આચાર્ય અને સ્ટાફને અભિનંદન આપ્યા હતા. ઝ્રઇઝ્ર કો. વિપુલભાઈ દુધાતે વિદ્યાર્થીઓને બોલપેન આપી શુભેચ્છા પાઠવી હતી.