સાવરકુંડલાની મહિલાનો મોબાઈલ ફોન પેન્ટના ખિસ્સામાંથી સરકી ગયો હતો. પેટ્રોલ પંપ પર ઉભા રહ્યા ત્યારે ખિસ્સામાં હાથ નાખતા ફોન ન હોવાની ખબર પડી હતી. બનાવ સંદર્ભે મુન્નીકોર અમૃતસિંહ ખીચી (ઉ.વ.૩૫)એ જાહેર કર્યા મુજબ, તેઓ તથા સાહેદ મોટર સાયકલ લઈને સાવરકુંડલાથી વિજપડી ગામે જવા નીકળ્યા હતા. મોટર સાયકલમાં પેટ્રોલ ભરાવવા ઉભા રહ્યા ત્યારે પેન્ટના ખિસ્સામાં હાથ નાખતા ફોન મળ્યો નહોતો. ૧૧૪૯૦ રૂપિયાની કિંમતના ફોનની અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એસ. સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.