સાવરકુંડલાની શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આટ્‌ર્સ કોલેજમાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજની ગ્રાહક સુરક્ષા ક્લબ, એનએસએસ, ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા અને તાલુકા કાનૂની સેવા સમિતિ સાવરકુંડલાના સંયુક્ત ઉપક્રમે આ ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રિન્સિપાલ ચાવડાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને તેમનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ નિષ્ણાતોએ ગ્રાહકોને તેમના અધિકારો વિશે માહિતગાર કર્યા હતા. જિલ્લા તોલમાપ અધિકારી જે.પી. બારીયા, તાલુકા નિરીક્ષક જે.કે. રબારી, એડવોકેટ મુકેશભાઈ સાદરાણી, પત્રકાર પાંધી, ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ એડવોકેટ રમેશભાઈ હિરાણી, એડવોકેટ પાયલબેન ગઢીયા અને હર્ષદભાઈ જોશી વગેરેએ ગ્રાહક સુરક્ષાને લગતી ઉપયોગી માહિતી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થિનીઓએ સહકાર આપ્યો હતો.