સાવરકુંડલામાંથી એક યુવતીનો મોબાઇલ પડી જતાં અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે હેપ્પીબેન રમેશભાઈ જાદવ (ઉ.વ.૨૪)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ કાનાતળાવથી નોકરી પૂર્ણ કરી સાવરકુંડલા ખોડીયાર પાર્કમાં જવા માટે હોમગાર્ડ કચેરીથી ગઢીયા પેટ્રોલપંપ સુધી પહોંચતા રસ્તામાં મોબાઇલ ફોન પડી ગયો હતો જેની અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કિરણભાઈ બકુલભાઈ ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.