સાવરકુંડલામાં રહેતી એક પરિણીતા તેના પુત્ર સાથે ઘરેથી ચાલી નીકળી હતી. તેની ઘણી શોધ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. યોગેશભાઈ રતીભાઈ પંડ્‌યા (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની મમતાબેન (ઉ.વ.૩૨) તેના દીકરાને સાથે લઈ ઘરેથી ઘરવખરીનો સામાન લઈ કોઈને કહ્યા વગર જતી રહી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ.એચ. કામળીયા વધુ તપાસ કરી રહ્યા
છે.