સાવરકુંડલામાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છાત્રશક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવનિર્માણ આંદોલન કે, જે ૨૦ ડિસેમ્બર ૧૯૭૪થી શરૂ થયું હતું જેના ૫૦ વર્ષ પૂર્ણ થયા છે તેના ઉપલક્ષ્યમાં એબીવીપી દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એબીવીપીના અમરેલી જિલ્લાના અધ્યક્ષ નીતિનભાઈ નકુમ, ભાવનગરના નગર સંયોજક કિશનભાઇ દવે અને સંઘમાંથી સાવરકુંડલા નગરના પ્રચાર પ્રમુખ જસ્મીનભાઈ ટાંક ઉપસ્થિત રહ્યા હતા.