લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા ઉનાળાની ગરમીમાં રાહદારીઓને રાહત મળે તે હેતુથી ઠંડા પાણીના પરબનું લોકાર્પણ કરવામાં આવશે. આ પરબનું લોકાર્પણ તા.૧૨/૪/૨૦૨૫, શનિવારના રોજ સવારે ૯ઃ૪૫ કલાકે નાવલી પોલીસ ચોકી, સાવરકુંડલા ખાતે યોજાશે. ક્લબ દ્વારા બે મહિના સુધી આ ઠંડા અને શુદ્ધ પાણીની નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રસંગે પ.પૂ. ભક્તિરામબાપુ, મહેશભાઈ કસવાળા, મહુલભાઈ ત્રિવેદી, નિમેશભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહેશે. લાયન્સ ક્લબના પ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી તથા હોદ્દેદારો અને સભ્યોએ આ સેવાની શુભ શરૂઆત કરી છે. આ પહેલથી ઉનાળાના તાપમાં મુસાફરી કરતા લોકોને ઠંડક અને રાહત મળશે.