સાવરકુંડલામાં ભગવદ ગીતાજીનો સંદેશ શહેરના ભાવિકજનોના હૃદય સુધી પહોચાડવા માટે ઈસ્કોનના સાધુઓ પોતાની ધરતી છોડી સાવરકુંડલા ખાતે પધારેલ છે. સાવરકુંડલા શહેરના માર્ગો પર ભક્તિ ફેરી સ્વરૂપે નાચતાં ગાતાં પોતાના સંગીત વાદ્યો સાથે ફરીને સાવરકુંડલાને કૃષ્ણમય બનાવશે. આ તમામ સાધુઓ વિવિધ દેશોમાંથી આવે છે. છતાં સાવરકુંડલાની ધરાને કૃષ્ણમય બનાવવા શહેરની ગલી ગલીએ ઘૂમી ભગવદ ગીતાજીના સંદેશ લોકો સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ કરશે.