સાવરકુંડલા ખાતે આવેલ શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર સંચાલિત એમ.એલ. શેઠ સ્કૂલ ગુજરાતી માધ્યમ શાળાના નવા બિલ્ડીંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના પ્રબુદ્ધ નાગરિકો સમેત સંસ્થાના ટ્રસ્ટીગણની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. ભૂમિપૂજન દાતા બાદલભાઈ સુભાષભાઈ દોશી, લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ડો. શેઠ, ગુણવંતભાઈ ત્રિવેદી સમેત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ઉલ્લાસભર્યા પ્રસંગે નવા બિલ્ડિંગના દાતાઓ, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, માર્કેટ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ, ટ્રસ્ટીગણ, ટ્રસ્ટી મંડળના માનનીય સભ્યો, સાવરકુંડલાના જ્ઞાતિ અગ્રણીઓ તથા શાળાના શિક્ષકવૃંદ અને સ્ટાફના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.