સાવરકુંડલા શહેર ખાતે એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. શૈક્ષણિક અને સામાજિક સમિતિ દ્વારા કાનજીબાપુ ઉપવન વાડીમાં ભવ્ય શૈક્ષણિક શિબિર અને સામાજિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં શિક્ષણવિદ્‌ ધર્મેન્દ્રભાઈ કનાલાએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું. આ શિબિરમાં સમાજના અગ્રણીઓ, પત્રકાર મિત્રો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમિતિ દ્વારા સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને ભવિષ્યમાં પણ આ પ્રયાસો વધુ મજબૂત કરવામાં આવશે.
આ પ્રસંગે નવનિયુક્ત નોટરી એડવોકેટ્‌સનો સન્માન સમારંભ પણ યોજાયો હતો.