સાવરકુંડલામાં રહેતા એક શખ્સે પોતાનો મોબાઈલ ઓટલા પર મુક્યા બાદ ત્યાંથી કોઈ અજાણ્યો શખ્સ મોબાઈલની ઉઠાંતરી કરી નાસી જતા અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે. સાવરકુંડલામાં રહેતા કિશન વસંતભાઈ જાનીએ તા.રના રોજ સાંજના પાંચેક વાગ્યે તેમનો મોબાઈલ ફોન ઓટલા પર મુક્યા બાદ તે ભુલી ઘરે જતો રહ્યો હતો. જા કે ત્યાંથી પરત આવતા તેનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવીને નાસી જતા કિશને અજાણ્યા શખ્સ સામે સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.