સા.કુંડલામાં ઓમકાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત મૂળરાજ ધરમશી નેણશી વિદ્યાલય દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી મળી રહે તે માટે ૧૦૦૦ માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા ચાર વર્ષથી સંસ્થા દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ વર્ષે પણ સંસ્થાએ મોટી સંખ્યામાં કુંડાનું વિતરણ કર્યું હતું, જેનાથી પક્ષીઓને પીવાના પાણીની વ્યવસ્થા થશે અને તેમને ગરમીથી રાહત આપશે. શહેરના નાગરિકોએ સંસ્થાના આ કાર્યને ખૂબ વખાણ્યું હતું. ઓમકાર કેળવણી ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી બાળકોને વિનામૂલ્યે સ્કૂલબેગ, બૂટ, મોજાં, સ્ટેશનરી, પુસ્તકો, ગરમ કપડાં અને અન્ય વસ્તુઓનું વિતરણ કરે છે. સંસ્થા શિક્ષિત સમાજના નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.