સાવરકુંડલાના હાર્દ સમાન મણીભાઈ ચોક પાસે ઇન્દુ પ્લાઝા કોમ્પ્લેક્સ નજીક ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં છે, જે રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે. આ તૂટેલા ઢાંકણામાં એક આઇશર ટ્રક ફસાઈ ગયો હતો, જે નગરપાલિકાની બેદરકારીનું ઉદાહરણ છે. તાજેતરમાં જ અહીં સમારકામ કામગીરી ચાલી રહી હતી, ત્યારે ગટરના ઢાંકણાની મજબૂતાઈ અને ગુણવત્તાની તપાસ કરવામાં આવી હતી કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે નગરપાલિકાએ ગટરના ઢાંકણાની ગુણવત્તા પર ધ્યાન આપવું જોઈએ અને તૂટેલા ઢાંકણાનું યુદ્ધના ધોરણે સમારકામ કરવું જોઈએ, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.