સાવરકુંડલાના છેવાડાના વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારો માટે પાણીની કોઈ વ્યવસ્થા ન હતી, જેના કારણે તેઓને ઉનાળામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને પત્રકાર સોહિલ શેખે સાવરકુંડલા નગરપાલિકામાં રજૂઆત કરી હતી. સોહિલ શેખની રજૂઆતને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ છેવાડાના વિસ્તારમાં પાણીનો ટાંકો મૂક્યો છે. આ ટાંકો નગરપાલિકાના ટેન્કર દ્વારા કાયમ ભરવામાં આવશે, જેનાથી ગરીબ પરિવારોને પાણીની સમસ્યામાંથી રાહત મળશે.