સાવરકુંડલાના ગુરુકુલ સંચાલિત જેસર રોડ પર આવેલી શ્રી સહજાનંદ પ્રાથમિક શાળા અને શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં આજે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ અવસર પર શાળાના વિદ્યાર્થીઓએ સંપૂર્ણ શાળાનું સંચાલન કર્યું, જેમાં તેમણે આચાર્ય, શિક્ષક, કારકુન અને સેવકની ભૂમિકાઓ ભજવી હતી. પ્રાર્થના કાર્યક્રમનું સંચાલન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું, જેમાં માધ્યમિક શાળાના આચાર્ય તરીકે કડવાણી પુષ્ટિબેન અને નાકરાણી ફોરમબેન, તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે બોડા રૂદ્ર અને મકવાણા કશ્યપ કિરીટભાઇએ મહ¥વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થી અધ્યયનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને દરેક ધોરણમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ગુરુકુલ સંસ્થા દ્વારા સન્માન પત્ર આપવામાં આવશે. ગુરુકુલ સંસ્થાનાં વડા શાસ્ત્રી સ્વામી ભગવત સ્વામી, પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ સ્વામી અને સંસ્થાના કોઠારી સ્વામી અક્ષર મુકત સ્વામીએ શાળામાં હાજરી આપી, વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય વ્યાસ સાહેબ, ઉપાચાર્ય કૌશિક સર, વેકરિયા સર અને અન્ય તમામ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું.