સાવરકુંડલા શહેરમાં એક યુવકનો ભત્રીજો પાનના ગલ્લે સોડા પીવા ગયો ત્યારે તેને કેટલાક ઇસમોએ ગાળો આપી હતી. જેથી તે ઠપકો આપવા જતા તેને પણ ગાળો બોલીને મુંઢમાર માર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી આ બનાવ અંગે કિરણભાઈ બાઘાભાઈ બલોલીયા (ઉ.વ.૨૮)એ ચીમનભાઈ નાથાભાઈ મકવાણા, અશ્વિનભાઈ ભુપતભાઈ રાઠોડ, કપિલભાઈ મગનભાઈ મકવાણા તથા મેહુલભાઈ ચીમનભાઈ મકવાણા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ જીવરાજભાઈ રાઠોડ વધુ કાર્યવાહી કરી રહ્યા છે.