સા.કુંડલામાં તાજેતરમાં રઘુવંશી સમાજના આગેવાનો પર થયેલા હુમલાની ઘટનાને લઈને દાનેવધામ ચલાલાના રઘુવંશી અગ્રણી, પૂર્વ સદસ્ય અને શહેર ભાજપના વરિષ્ઠ આગેવાન પ્રકાશભાઈ કારીયાએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તા. ૨૮ નવેમ્બરના રોજ સા.કુંડલામાં રઘુવંશી સમાજના પ્રમુખ જગદીશભાઈ માધવાણી, શહેર ભાજપ મંત્રી રાજુભાઈ નાગ્રેચા અને આર.એસ.એસ.ના કાર્યકર તેજસભાઈ રાઠોડ પર કેબિન મુકવાની બાબતે થયેલા જીવલેણ હુમલાની ઘટનાને પ્રકાશભાઈ કારીયાએ શખ્ત શબ્દોમાં વખોડી છે. તેમણે આરોપીઓને કડકમાં કડક નમૂનારૂપ સજા કરવાની માંગ કરી છે. પ્રકાશભાઈ કારીયાએ જણાવ્યું હતું કે, સાવરકુંડલામાં અમુક ચોક્કસ લોકો વખતોવખત આવા છમકલા કરી અન્ય સમાજને દબાવવા અને ડરાવવાની કોશિશ કરે છે. આ બિલકુલ ચલાવી લેવાય નહીં. આવા આરોપીઓને નમૂનારૂપ સજા થવી જોઈએ.