સાવરકુંડલામાં દંત રોગ અને દાંતની બત્રીસીનો કેમ્પ યોજાશે. સ્થાનકવાસી જૈન ઉપાશ્રય – સાવરકુંડલા અને ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના ઉપક્રમે પરમ પૂજ્ય ધીરગુરુદેવની પ્રેરણાથી સાવરકુંડલામાં દંત ચિકિત્સા અને દાંતની બત્રીસીના નિઃશુલ્ક કેમ્પનું આયોજન તાઃ૭-૩-૨૫ ને શુક્રવારે સવારે ૯ઃ૦૦ થી ૧ઃ૦૦ કરવામાં આવ્યું છે. સાવરકુંડલાના નગરજનોને અને આસપાસના વિસ્તારના ગ્રામજનોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ છે. દંત રોગનું નિદાન કરી જાલંધર બંધ વડે વિનામૂલ્યે દાંત કાઢી અપાશે. જરૂર મુજબ દવા અપાશે અને જે વૃદ્ધ વ્યક્તિને દાંતની બત્રીસી (ડેન્ચર)ની આવશ્યકતા હશે તેમને વિનામૂલ્યે બત્રીસી બનાવી આપવા માટે કેમ્પમાં વ્યવસ્થા કરવામાં આવી છે.