સાવરકુંડલાના ઝીંઝુડા ગેઈટ વિસ્તારમાં નવા બનેલા પાણીના ટાંકામાંથી અવિરત ધોધમાર પાણી જાહેર રસ્તા પર વહેતું જોવા મળેલ. એક તરફ પાણી બચાવવાનું અભિયાન ચલાવવામાં આવતું હોય ત્યારે આમ જાહેર રસ્તા પર પાણીનો અવિરત પ્રવાહ વહેતો હોય અને પાણી આ રીતે વેડફાય જતું હોય એ કેમ પોસાય? તેવો પ્રશ્ન સ્થાનિક લોકો પૂછી રહ્યા છે. રસ્તા પર આવતાં-જતાં અનેક રાહગીરો આ પાણીના વહેતા પ્રવાહમાંથી પસાર થતાં જોવા મળેલ હતા. આ સંદર્ભે વધુ તપાસ કરતાં નવા બનેલા ટાંકાનું ટેસ્ટિંગ થતું હોય તેમ જાણવા મળ્યું હતું. આ સંદર્ભ ટાંકી બનાવનાર કોન્ટ્રેક્ટરે ટેલીફોનીક વાતચીતમાં હાલ આ પાણી પુરવઠો બંધ કરીને રાત્રે પાણીનો નિકાલ કરવા સહમતી દર્શાવી હતી.