અમરેલી જિલ્લામાં પરણીતાઓ પર અત્યાચારનો સીલસીલો ચાલુ રહ્યો છે. સાવરકુંડલા શહેરમાં પતિએ તેની પત્ની પર વહેમ રાખી મુંઢ માર માર્યો હતો અને દુઃખ ત્રાસ આપી હેરાન કર્યા હતા. બનાવ અંગે અંજુબેન પાટડીયા (ઉ.વ.૫૦)એ પતિ રમેશભાઈ ભીમજીભાઈ પાટડીયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, પતિએ તેના પર શંકા વહેમ કરી શરીરે મુંઢ માર મારી ગાળો બોલી, જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.