સાવરકુંડલામાં રહેતી એક પરિણીતાને તેના પતિએ તું મારા વિરુદ્ધ ખોટી અરજી કરે છે તેમ કહી ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. બનાવ અંગે માધુરીબેન ભરાડ (ઉ.વ.૩૦)એ બાઢડા ગામે રહેતા વિજયભાઈ અનંતરાય ભરાડ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાની મોટર સાયકલ લઇ તેમના નાના દિકરા પ્રિન્સના ચશ્મા રિપેર કરાવવા ઘરેથી બજારમાં જતા હોય તે દરમિયાન પતિ સામેથી પોતાનુ મોટર સાયકલ લઇને આવ્યા હતા અને ગાળો દેવા લાગ્યા હતા. ઉપરાંત બન્ને ગાલ ઉપર જેમ ફાવે તેમ લાફા મારી મકાનની દિવાલ ઉપર માથું ભટકાડી ઢીંકાપાટુનો માર માર્યો હતો. તેમજ ડાબો હાથ મરડીને મારતા મારતા લઇ જઇ આજે તો તને જાનથી મારી જ નાખવી છે તેમ કહી ત્યાંથી જતા રહ્યા હતા. જે બાદ વિજયભાઈ અનંતરાય ભરાડ (ઉ.વ.૪૦)એ પત્ની માધુરીબેન ભરાડ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ હાથસણી રોડ પર મિત્રને મળવા જતા હતા ત્યારે પત્ની સામે આવી હતી અને ગાળો દેવા લાગી હતી. ઉપરાંત તેના મોબાઇલમાં વીડિયો ઉતારવા લાગી હતી. ઝપાઝપીમાં ગળાના ભાગે નખોરીયા મારીને આજે તો તું બચી ગયો, હવે સામો મળ્યો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમાનભાઈ યાસીનભાઈ કાજી વધુ તપાસ કરી રહ્યા છે.