સાવરકુંડલા શહેરમાં આવેલ પૂ. ધનાબાપુના આશ્રમમાં અમાવસ્યાના દિવસે ધનાબાપુના સ્મૃતિ ચિહ્નો જેવા કે પ.પૂ. બાપુનો પોષાક, ચિપિયો, લાકડી, માળા, રુમાલ, બંડી, કમંડળ, બરણી, ઘડિયાળ, કિટલી, વગરે ચીજવસ્તુઓનો ગાદી મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ભક્તિભાવ અને શ્રધ્ધા પૂર્ણ વાતાવરણમાં સેવક ગણ દ્વારા ઉજવવામાં આવેલ હતો.