સાવરકુંડલામાં પોલીસ પરિવારો માટે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા પોલીસ લાઈન ખાતે યોજાયેલા આ કેમ્પમાં સ્થાનિક તબીબી ટીમે વિવિધ રોગોનું નિદાન કર્યું હતું. સાવરકુંડલા રૂરલ અને ટાઉન પોલીસના કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ આ કેમ્પનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં એએસપી સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાવરકુંડલાના એએસપી વલય વૈદ્યએ જણાવ્યું કે, પોલીસકર્મીઓના માતા-પિતા અને પરિવારજનો માટે ખાસ આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, પોલીસ પરિવારમાં કોઈ બીમાર હોય તો તેનું નિદાન થાય તે હેતુથી આ કેમ્પનું આયોજન કરાયું હતું.