સાવરકુંડલામાં રહેતી એક મહિલા સામે ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોય જેની તપાસ કરવા માટે પોલીસ આવતા મહિલાને મનોમન લાગી આવતા ફિનાઈલ ગટગટાવી લેતા સારવાર અર્થે અમરેલી દવાખાને ખસેડવામાં આવી હતી. સાવરકુંડલાના હુકડો સોસાયટીમાં રહેતા માધુરીબેન વિજયભાઈ ભરાડને એક પરિવાર સાથે માથાકૂટ થઈ હતી જેને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે સાવરકુંડલા પોલીસ તપાસ માટે માધુરીબેનની ઘરે જતા માધુરીબેનને મનોમન લાગી આવ્યુ હતું અને ઘરની બારીમાં પડેલ ફિનાઈલ ગટગટાવી લીધુ હતું. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા તાત્કાલિક માધુરીબેનને પ્રથમ સાવરકુંડલા અને ત્યારબાદ અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યા છે.