સાવરકુંડલા આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણીના ભાગરૂપે “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સાવરકુંડલા આઇ.સી.ડી.એસ. ઘટક ૧ અને ૨ના સહયોગથી આંગણવાડીઓમાં વિશેષ વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું. કાર્યક્રમમાં સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વૃક્ષારોપણ કર્યું. આ પ્રસંગે યુવા સંગઠનો દ્વારા ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા જાગૃતિ અંગે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો, જેમાં સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું. કાર્યક્રમમાં સી.ડી.પી.ઓ. દક્ષાબેન ભટ્ટ, આઇ.સી.ડી.એસ. કચેરીનો સ્ટાફ, સુપરવાઇઝર્સ અને આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ મહાનુભાવોએ વૃક્ષોનું મહત્વ અને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું અને ઉપસ્થિત લોકોને આ બાબતે જાગૃત કર્યા.