સાવરકુંડલા, તા.૨૪
સાવરકુંડલા શહેરમાં એક યુવકે ભાડાના બાકી પૈસા માંગતા તેમને ફટકારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે કાળુભાઈ સોમાભાઈ સરવૈયા (ઉ।વ.૨૬)એ ભુપતભાઈ હમીરભાઈ વીંઝુડા, અરવિંદભાઈ હમીરભાઈ વીંઝુડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે ભુપતભાઈ વીંઝુડાના મજૂર મુકવાનું ભાડું કર્યું હતું. જે ભાડાના બાકી પૈસા માગતા સારૂ નહોતું લાગ્યું અને તેમને તથા તેના ભાઈ ભુપતભાઈને ગાળો આપી શરીરે ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. તેમજ તેમના માતા જયાબેનને માર મારી મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ.એચ. કામળીયા વધુ તપાસ કરી રહ્યા છે.