સાવરકુંડલા શહેરમાં સ્વામી નિર્દોષાનંદજી આશ્રમ આયોજિત ચાર પ્રહરની પાર્થિવ શિવલિંગ મહાપૂજા અંતર્ગત અહીં આવેલા શિવાજી નગર ખાતે આવેલ પટેલ સમાજની વાડીમાં મહાશિવરાત્રીના પાવન પર્વ પર બહેનો દ્વારા પાર્થિવ શિવલિંગ મહાપૂજાની ચાર પ્રહરની પૂજા કરવામાં આવી હતી.૫૫૦ બહેનોએ શિવલિંગ મહાપૂજાની ચાર પ્રહરની પૂજામાં ભાગ લીધો હતો. બહેનો પણ દેવાધિદેવ મહાદેવ અને પાર્વતી માતાની ભક્તિમાં તલ્લીન જાવા મળી હતી.